હયાતી વગરના વાહનોના પર કરોડોની લોન લઈને ઠગાઇ કરનાર માસ્ટર માઈન્ડ પકડાયો...

સુરત શહેર સહિતના શહેરોની બેંકોમાંથી હયાતી વગરના વાહનોના ડોકયુમેન્ટો મુકી રૂ. 8.64 કરોડથી વધુની લોન લઈ ઠગાઈ કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી બુધા મેઘાણીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લસકાણા વાલક પાટિયા પાસેથી ઝડપી પાડયો હતો.

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર સુરત
હયાતી વગરના વાહનોના પર કરોડોની લોન લઈને બેન્ક સાથે ઠગાઇ...
મળતી માહીતી અનુસાર સુરત શહેર તેમજ અમદાવાદ અને મુંબઈ, કાંદિવલી વિસ્તારોમાં આવેલ બેંકોમાં અશોક લેલેન્ડ કંપની તથા ટાટા કંપની દ્વારા મેન્યુફેકચર જ કરવામાં આવ્યા ન હોય તેવા હયાતી વગરના વાહનોના આરટીઓમાં રજિસ્ટ્રેશમ કરાવી આર.સી.બુક મેળવી તેમજ વાહનોના બોગસ દસ્તાવેજો તેમજ વીમા પોલીસીના કાગળો બનાવી તેને સુરત તેમજ અન્ય શહેરોની બેંકમાં 53 જેટલી જુદી જુરી 53 જેટલી લોનો મેળવી રૂ. 8.64 કરોડથી વધુની લોન લઈ કૌભાંડ આચરનાર સુરતના ઈર્શાદ પઠાણ અને બુધાભાઈ મેઘાણી સહુત આરોપીઓ એક વર્ષ પહેલાં શહેરમાં ડીસીબી, ઉમરા, અડાજણ, અઠવા, તથા અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન તેમજ મુંબઈના કાંદીવલી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ ગુનામાં વોન્ટેડ બુઘાભાઈ મેઘાણી સુરત શહેરમાં રહેતો હોવાની બાતમી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જે બાતમીના આધારે શહેર ક્રાઈમબ્રાન્ચની ટીમે લસકાણા વાલક પાટિયા પાસેના જાહેર રોડ પરથી આરોપી બુધાભાઈ બાલાભાઈ મેઘાણીને ઝડપીપાડયો હતો.આ અંગે વધુ તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી છે. 
બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાંથી જુદી જુદી 53 જેટલી લોન પર રૂ. 8કરોડથી વધુની લોન  મેળવી

ઉલ્લેખની છે કે સુરત શહેરના સરથાણા પોલીસ મથકના લકઝરી બસના બોગસ દસ્તાવેજના ચકચારિત પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ઈર્શાદ પઠાણ સહિતની ટોળકી અને શહેરના રિંગરોજ ખાતે આવેલ યુસ બેંકમાં ટાટા અને અશોક લેલેન્ડ કંપની દ્વારા મેન્યુફકચર જ કરવામાં આવ્યા નથી તેના બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાંથી જુદી જુદી 53 જેટલી લોન પર રૂ. 8,64,71,948 ની લોન મેળવી કૌભાંડ આચર્યું હતુ.
જયારે બુધા મેધાણીએ શહેર પોલીસની ધરપકડથી બચવા તેને છોટા ઉદ્દેપુરમાં ઘામા નાંખ્યા હતા. એક વર્ષથી વોન્ટેડ રહેલા બુઘા મેઘાણીએ છોટાઉદેપુરમાં બાયો઼ડિઝલનો ગેરકાયદેસરનો વેપલો શરી કરતાં સ્થાનિક પોલીસે તેની પાસે ગુનો દાખલ કરતાં તે ત્યાંથી ભાગી સુરત આવ્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...