માંગરોળનાં વિવિધ ગામોમાં કરુણા સાગર ભગવાન નો ૨૫૦ માં પ્રાગટ્ય દિનની મહા સુદ બીજ ની ધામધૂમથી ઉજવણી કરાઈ....

માંગરોળ તાલુકામાં કરુણા સાગર ભગવાન નો ૨૫૦ માં પ્રાગટ્ય દિનની મહા સુદ બીજ ની દર વર્ષની જેમ આ વર્ષે પણ કૈવલજ્ઞાન સંપ્રદાયનાં પરમગુરુ કરુણાસાગર ભગવાનની પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી...

સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
માંગરોળ તાલુકાનાં ભડકુવા,લવેટ,નાંદોલા,નાનીફળી, કંટવાવ, બોરીયા,વેરાકુઇ,વડ સહિતનાં કુલ ૨૦ જેટલા ગામોમાં ઉત્સાહભેર અને આનંદઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 
કાયમ પતિ ભક્ત સમાજ માટે સુવર્ણ દિવસ ગણાતા પ્રાગટય મહોત્સવને ગામમાં મંદિર સુશોભિત કરી શણગારો કરી ભક્તો દ્વારા રાત્રી દરમ્યાન ભજન કીર્તન,સંધ્યા ફેરી,સમૂહ આરતી તેમજ સવારથી ગામમાં ભગવાન કરુણાસાગરની પાલખી યાત્રા કાઢવામાં આવી આખા ગામમાં વાજતે-ગાજતે પાલખી ફેરવી અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વધુમાં વધુ દર્શનનો લાભ ગામનાં ભક્તો એ ઉઠાવ્યો હતો. 
જ્ઞાન સંપ્રદાયો અનુયાયીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો...

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...