વાંકલ ગામે 1,64 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રીજ નું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે લોકાર્પણ થયું...

માંગરોળ,માંડવી ના 30 થી વધુ ગામોના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઈ...

સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભુખી નદી ઉપર રૂ. 164 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું લોકાર્પણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવતા માંગરોળ અને માંડવી તાલુકાના ૩૦ જેટલા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઇ છે.

 વાંકલ ગામે ભુખી નદી ઉપર ના ડુબાઉ પૂલના કારણે ચોમાસા માં વાહન વ્યવહાર અટકી જતો હતો જેથી માંગરોળ અને માંડવી તાલુકાના વિવિધ ગામના લોકો ભુખી નદી પર બ્રિજ બનાવવાની માગણી કરી રહ્યા હતા  તેમજ બણભા ડુંગર ખાતે વન પ્રવાસન કેન્દ્રનું નિર્માણ થતાં વાંકલ આંબા પારડી માર્ગ પર વાહન વ્યવહાર વધી ગયો હતો જેથી બ્રિજ બનાવવાની માંગ વધી ગઈ હતી ધારાસભ્ય ગણપતભાઇ વસાવા એ લોક રજૂઆતના પગલે સરકારમાં ધારદાર રજૂઆતો કરતાં રાજ્ય સરકારે બ્રિજના નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિધિવત્ રીતે લોકાર્પણ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા તેમજ ગામના સ્થાનિક આગેવાનો નારણભાઈ પટેલ, ઠાકોરલાલ ચૌધરી, દાઉદભાઈ પટેલ સોમાભાઇ ચૌધરી શૈલેષભાઈ મૈસુરીયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો એહાજર રહ્યા હતા

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...