રાણા સમાજના બ્રેઈનડેડ મીનાક્ષીબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું..

ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહેલા સુરત શહેર માંથી ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું.
સુરત શહેર અંગદાનક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડયો છે. ત્યારે રાણા સમાજના બ્રેઈનડેડ મીનાક્ષીબેનના પરિવારે તેમની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું. 
         શહેરના ગોલવાડ ખાતે રહેતા અનિલભાઈ રાણા તેમની પત્ની મીનાક્ષીબેન સાથે તા.૯મી નવેમ્બરના રોજ સવારે મોપેડ ઉપર મહુવા ખાતે આવેલ વિઘ્નેશ્વર દાદાના મંદિરે દર્શને જઈ રહ્યા હતા ત્યારે બારડોલી હાઇવે પર એક અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા મીનાક્ષીબેન મોપેડ પરથી નીચે પડી જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક તેમને બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તા.૧૦મીના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 
            ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મીનાક્ષીબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. તેમના પરિવારે સંમતિ દર્શાવતા SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બંને કિડની HLA મેચિંગ પછી SOTTO દ્વારા ફાળવવામાં આવશે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં મહેસાણાના રહેવાસી ૪૧ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. 
             કિડની અને લિવર સમયસર રોડમાર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત INS હોસ્પિટલ થી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
          અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. બ્રેઈનડેડ મીનાક્ષીબેનના પરિવારમાં પતિ અનિલકુમાર, પુત્રી અસ્મિતા, પુત્ર ક્રિષ્ણા, ભાઈ દેવેન્દ્ર, નણંદોય સુરેશભાઈ, નરેશભાઈ, દિયર અશ્વિનભાઈએ પુરતો સહયોગ આપ્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...