સુરતના વાંકલ ગામ ના ફૌજી જવાને જમ્મુ-કાશ્મીરના સોફિયાન માં જૈશ ઐ મોહમ્મદ ના બે આતંકી ને ઠાર કરી શૌર્ય વીરતા પદક પ્રાપ્ત કર્યો...

વતન વાંકલ જવાન નું ગ્રામજનોએ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું.
 
ભારત માતાકી જયના નારા ગૂંજ્યા..
દિલ્હી ખાતે વિરતા સન્માન સમારોહ માં જવાન બકુલ ગામીત ને શૌર્ય પ્રદર્શન વીરતા પુરસ્કાર અર્પણ કરાયો.

જમ્મુ-કાશ્મીર ના સોફિયાન જિલ્લામાં જૈસ ઐ મૌહંમદ આતંકી સંગઠનના બે આતંકીઓ ને ઠાર કરી દિલ્હી ખાતે શૌર્ય વીરતા પદક પ્રાપ્ત કરી વતન વાંકલ ગામે આવેલા ફૌજી જવાન બકુલ ગામીત નું ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું માં ભારત ભૂમિ અને રાષ્ટ્રની રક્ષા કરી સુરત જિલ્લાના માંગરોળના વાંકલ ગામ નું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરી ગૌરવ અપાવનાર ગામીત બકુલકુમાર દલપતભાઈ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ C.R.P.F. મા છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવે છે વાંકલ ગામ ના ગામીત ફળિયામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા બકુલકુમારે ભારત ભૂમિ ની રક્ષા માટે ફૌજી બનવાનો સંકલ્પ કર્યો હતો અને ફૌજી બની આ યુવક વિવિધ રાજ્યોમાં સરહદ પર ફરજ બજાવી રહ્યો છે હાલમાં જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ ઉપર છે ત્યાં વર્ષ 2019 ની 26 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના સોફિયાન જિલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ થતા ફોર્સની 14 બટાલિયન મા ફરજ પર ના ગામીત બકુલકુમાર દલપતભાઈ અને અન્ય સહયોગી જવાન અમિતસિંગ યાદવ ઉપરોકત સ્થળે પહોંચી ગયા હતા ત્યારે જૈસે ઐ મૌહમદ ના આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર જવાનો ઉપર કર્યા હતા જેના પ્રત્યુત્તરમાં જવાનો એ ઉચ્ચ રણ કૌશલ અને ઉચ્ચ શ્રેણી નુ કર્તવ્ય નિર્વહન નું પાલન કરી કુશળ રણનીતિ થી આતંકવાદીઓ ઉપર ઘાતક પ્રહાર કરી જૈશ ઐ મૌહંમદ આતંકી સંગઠનના બે આતંકવાદીઓ ને ઠાર  કરી જવાનોએ પોતાનું શૌર્ય અને સાહસ ની સાબિતી આપી હતી બે દિવસ અગાઉ દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વાંકલ ગામ ના ફૌજી જવાન ગામીત બકુલકુમાર દલપતભાઈ ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરી શૌર્ય પ્રદર્શનના વીરતા વીરતા પદક (મેડલ) અર્પણ કરાયો હતો આ વિરલ ઘટનાની જાણ પોતાના વતનમાં વાંકલ ગામમાં થતા પરિવારજનો અને ગ્રામજનોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી ફોજી જવાન દિલ્હીથી પોતાના વતન વાંકલ ગામે આવી પહોંચતા વાંકલ ગામ ના સરપંચ ભરતભાઈ વસાવા તેમજ અગ્રણી આગેવાનો વેપારી મંડળના સભ્યો તમામ ગ્રામજનોએ વાંકલ ગામમાં ફટાકડા ફોડી ફોજી જવા ને હારતોરા કરી શાલ ઓઢાડી ભવ્ય સન્માન કર્યું હતું અને ભારત માતાકી જય ના નારા સાથે વાજતે ગાજતે  ફૌજી જવાન ને પોતાના ઘર સુધી ગ્રામજનો લઈ ગયા હતા

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...