વેલંજા ગામની સીમમાં રંગોલી ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં પોલીસ જવાનનું મોત
સુરત જિલ્લાના ઘલુડી હેડક્વાર્ટર ખાતે પોલીસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા જવાન પોતાની મોટરસાયકલ લઈને કામરેજ તાલુકાના વેલંજા ગામની સીમમાં રંગોલી ચોકડી થી ઉમરા જતા રોડ પરથી પસાર થતા હતા ત્યારે સુમુલનું દૂધ લઈને જતા ટેન્કરે મોટરસાયકલ ને હડફેટેમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં પોલીસ જવાનું ઘટના સ્થળેજ મોત નીપજયું હતું
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એમટી ડ્રાયવર તરીકે ફરજ બજાવતા પો.કો દીપકભાઈ નગીનભાઈ આહીર (૪૭) પોતાની મોટરસાયકલ પર કામરેજ તાલુકાના વેલંજા ખાતે આવેલ રંગોલી ચોકડી થી નવી પારડી થી હજીરા રોડ પર ઉમરા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે પુરઝડપે આવતા સુમુલડેરીના ટેન્કરે દીપકભાઈ ના મોટરસાઇકલ ને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દીપકભાઈને ગંભીર ઇજા પોહચી હતી જેન લઈ તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું બનાવ અંગે જાણ થતા કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલીસ જવાન ના અકસ્માત માં મોત થતા પોલીસ બેડા માં શોકની કાલીમા છવાઇ ગય હતી
Comments
Post a Comment