મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવમાં ત્રીજો નંબર મેળવી ગુજરાતનું નામ રોશન કરનારનું સુરતમાં સ્વાગત
સુરતના સિદ્ધાર્થ દોશીએ નોન સ્ટોપ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપ્યું હતું
સુરતમાં પાલ ખાતે રહેતા સિદ્ધાર્થ દોશીએ દેશમાં પ્રથમ વખત મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ભાગ લીધો હતો એમાં દેશના આ છેડેથી બીજે છેડે સુધી એટલે કે લેહથી કન્યાકુમારી સુધીની મોટરસ્પોર્ટ ડ્રાઇવ કરવાની હતી. આ મોટરસ્પોર્ટ ડ્રાઇવને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ફ્લેગ ઓફ કરી આ મોટરસ્પોર્ટ ડ્રાંઇવની શરૂઆત કરવામાં આવી હતી. તેમા સુરતનો સિદ્ધાર્થ દોશીએ નોન સ્ટોપ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપી આ મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ત્રીજા ક્રમ આવ્યો હતો. આજે સુરત ઘરે પરત ફરતા પરિવાર દ્વારા ઢોલ નાગરાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશમાં પ્રથમ વખત મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં સુરતના સિદ્ધાર્થ દોશીએ ભાગ લઇ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપી આ મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ત્રીજા ક્રમે આવ્યો હતો. તેને આ ડ્રાઇવમાં લેહથી કન્યાકુમારી સુધી કુલ 5 નાનકડો સ્ટોપ પણ લીધો હતો. ઝાંસી,ચંદીગઢ,નાગપુર,હૈદરાબાદ અને બેંગલુરુ ખાતે નાનકડો વિરામ લીધો હતો. સુરતનો સિદ્ધાર્થ દોશીએ નોન સ્ટોપ 73 કલાકમાં 3889 કિલોમીટરનું અંતર કાપી આ મોટરસ્પોર્ટ ડ્રાઇવમાં ત્રીજા કર્મે આવ્યો હતો.જયારે એ પોતાના ઘરે પહોચ્યો ત્યારે તેનું પરિવાર દ્વારા ઢોલ નાગરાઓ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તે સમય દરમિયાન શહેરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ પણ તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા.
સિદ્ધાર્થે જણાવ્યું હતું કે અમારું પહેલું સ્ટોપ ચંદીગઢ, બીજું ઝાંસી, ત્રીજું નાગપુર, ચોથું સ્ટોપ હૈદરાબાદ અને પાંચમું સ્ટોપ બેગલુરુ હતું.પછી અમે કન્યાકુમારી પહોચ્યા હતા.ત્યાં અમે લોકોએ બે દિવસ રેસ્ટ કર્યો પછી અમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.અને એની અંદર મારો ગુજરાતની અંદર પહેલો નંબર અને ઇન્ડિયાની અંદર ત્રીજો નંબર આવ્યો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઑફ રેકોર્ડ, નેપાળ બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડ મારુ નામ લેવાનું છે.સિદ્ઘાર્થે વધુમાં જણાવ્યું હતું કે, અમને ખૂબ અગવડતા પડી હતી. લેહ ટુ ઝીસ્પા ટુ મનાલી ટુ જે લેહનો રસ્તો ખૂબ ડેન્જર છે. આપણું ઓક્સિજન ઘટી જાય છે.રસ્તે સામે ગાડી આવે તો ગાડી નીચે ઉતારી દેવી પડે છે.
અમે લોકોએ જોખમ ખેડીને મારી જેગ્વાર્ડ સેડાન કારમાં ગયા હતા. મને જેગ્વાર્ડ કંપની તરફથી પણ સારો સપોર્ટ મળ્યો હતો. સુરતના ડેપ્યુટી મેયર નીરવભાઈનો મને સપોર્ટ હતો. .અમારી અંદર ટોટલ 7 ટિમ હતી.એમાંથી બે ટિમ રદ થઇ હતી. ટોટલ પાંચ ટીમ હતી. કોઈ કારમાં ચાર જણા હતા કોઈ કારમાં ત્રણ જણા અને મારી કારમાં બે જણા હતા એક હું હતો અને એક મારો સેફ્ટ ડ્રાઇવર હતો.
Comments
Post a Comment