અંબાજી ભાદરવીનો મેળો બંધ રહેવાની શક્યતાથી એક માસ પહેલાં જ સંઘ શરૂ થયા
દાંતા-અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા
શક્તિપીઠ અંબાજી માં દરવર્ષે ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે જે સાત દિવસના મેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી માં અંબે ના દર્શન કરે છે ને નવરાત્રી દરમિયાન માતાજી ને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે પણ આ ભાદરવીપૂનમ ના મેળા ને સતત બીજા વર્ષે પણ કોરોના નું ગ્રહણ લાગવાની પુરે પુરી શક્યતાઓ જોવા મળી રહી છે અંબાજી માં ચાલુ વર્ષે ભાદરવી પૂનમ નો મેળો લગભગ 14 સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહ્યો છે પણ કોરોના ની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે જોકે ગતવર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશત ના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.કોરોના મહામારી ને લઈ 14 સપ્ટેમ્બર થી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષા ને લઈ મુલતવી રહી શકે છે એટલુંજ નહીં કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે યાત્રિકો તે પૂર્વેજ માં અંબે ના દર્શન કરી લેવા ને મંદિર ના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું હોય તેમ હમણાં એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે ને માર્ગો ને મંદિર બોલમાડી અંબે જય જય અંબે ના નાદથી ઘુંજવા લાગ્યા છે.
જોકે ભાદરવી પૂનમ વખતે પદયાત્રીઓ માટે આરોગ્ય ન હોય કે પછી ચા નાસ્તા ને જમણવાર ના નિઃશુલ્ક સેવા કેમ્પો શરૂ થતા હોય છે પણ આ વખતે પદયાત્રીઓ પોતાની યાત્રા વહેલા શરૂ કરી દીધી છે પણ એક પણ સેવાકેમ્પ જોવા મળતા નથી પણ સેવાભાવી લોકો દ્વારા પોતાના વાહનો માં દવાઓ લઈ પદયાત્રીઓ ની સેવા કરી રહ્યા છે જોકે કોરોના ની ત્રીજી લહેર આવેજ નહીં પણ શ્રદ્ધાળુઓ ની સુખાકારી માટે અંબાજી નો મેળો બંધ રહે તેવું યાત્રિકો પણ ઈચ્છી રહ્યા છે.
Comments
Post a Comment