અબડાસા-રાપર-રાજુલા પંથકમાં બે ઇંચ વરસાદ...

લાંબા વિરામ બાદ વરસાદ ના આગમન થી અબડાસા તાલુકાના બારા, તેરા, સુડધ્રો, બીટા, ભવાનીપર, લાખણીયા, નાગીયા, ગાડથરા, કારા તળાવ, નલિયા સહિતના વિસ્તારોમાં મેઘમહેર થતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. બારા ગામ પાસેની નદી બે કાંઠે વહેતા એ તરફના ગામો બાજુ જવાનો માર્ગ પાણીના વહેણમાં કારણે બંધ થઇ ગયો હતો. રાપરમાં આજ સવાર સુધીમાં મૌસમનો વરસાદ 110 મિ.મી. નોંધાયો છે. સૌથી વધુ અંજારમાં 359, અબડાસા 193, ગાંધીધામ 257, નખત્રાણા 244, ભચાઉ 177, ભુજ 296, મુન્દ્રા 296, માંડવી 203 અને લખપતમાં 96 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.અબડાસા અને રાપરમાં વરસાદના ઝાપટા યથાવત રહેતા માર્ગો અને નદીઓમાં પાણી વહી નીકળ્યા હતા.અમરેલી જિલ્લામા બપોર બાદ વિજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે આસપાસના માંડળ, ડોળીયા ,મોરંગી, ધારેશ્વર, દીપડ્યા, વાવેરા, જૂની માંડરડી સહિત કેટલાક ગામડામા વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે ધરતી પુત્રો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. જાફરાબાદ તાલુકામાં ધીમીધારે વરસાદજાફરાબાદ તાલુકના કેટલાક ગામડામા વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ધરતી પુત્રોના પાકને ઘણા અંશે ફાયદો થવાની ખેડૂતોમાં આશા બંધાઇ છે.
 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...