સરકાર દ્રારા વ્યારા થી મહાલ અને આહવા ,આહવા શામગહાન નેશનલ હાઈવે જાહેર કરી દીધો છે સુવિધાનાં રસ્તો દુવિધા વાળો બન્યો...

આહવા,તાપી જિલ્લાનાં સોનગઢ નેહા-65 થી ડાંગ જિલ્લાનાં બરડીપાડા, મહાલ થી આહવા,શામગહાન થી સાપુતારા મહારાષ્ટ્ર ને જોડતો નેશનલ હાઈવે નં-953  નેશનલ હાઈવે વિભાગનાં જવાબદાર અધિકારીઓની નફટાઈ કહો કે બેજવાબદારી જેનાં કારણે નેશનલ હાઈવે માં ઠેર-ઠેર વરસાદી પાણી રસ્તામાં ભરાઈ જાય છે રસ્તા માં મસમોટા ધુંટણી ખાડાઓ પડી ગયાં છે રસ્તાની સાઈડ માં વરસાદી ગટર કે સંરક્ષણ દિવાલ ન હોવાથી સાંઈડમાં રસ્તાનું ધોવાણ થઈ જાય છે વરસાદી પાણીનાં કારણે મસમોટા ખાડાઓ પડેલાં છેરસ્તા પર ટ્રાફિક નિયમન સુચવતાં પટ્ટાઓ નથી જયારે અંતર દર્શાવતાં કિલોમીટર નાં કિલોમીટર નથી આમ નેશનલ હાઈવે પર સુવિધા નામે મીડું છેવલસાડ-ડાંગનાં સાંસદ ડૉ.કે.સી.પટેલ એ જણાવ્યું હતું કે હું કામગીરી કરાવું છે
ડાંગ જિલ્લા પચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યું હતું કે હું રસ્તાની સમસ્યા દુર કરવાં પ્રયન્ત કરૂ છું ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલએ જણાવ્યું કે રસ્તા ની સમસ્યા નિરાકારણ લાવવા હું યોગ્ય કાર્યવાહી કરીશ
 નેહા-નવસારી વિભાગનાં નાયબ ઈજનેર રસ્તા બાબતે વાત કરવાં ફોન કરો તો જવાબ આપ્યાં વિના જ ફોન કટ કરી દે છે જાણે એની કોઈ જવાબદારી કે કામગીરીનો ભાગ ન હોય તેવો વ્યવહાર કરે છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...