વાંસદા ધારાસભ્ય અનંત પટેલની પોલીસે કરી અટકાયત
વાંસદા ધારાસભ્ય અનંત પટેલની પોલીસ દ્વારા અટકાયત કરતા આદિવાસી કાર્યકર્તાઓ તેમજ આગેવાનો રાનકુવા સર્કલ પાસે રસ્તા ઉપર બેસીને વિરોધ કરી રહ્યા છે પોલીસનો મોટો કાફલો રાનકુવા ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો છે
ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમુદાયના મહિલાઓ સહિતની જનમેદની પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતાની સાથે ધારાસભ્ય અનંત પટેલની બોલાવવની માંગ કરી રહ્યા છે.
આજરોજ સવારથી જ પ્રતિક ધરણાના કાર્યક્રમને લઈ નવસારી પોલીસ આદિવાસી આગેવાનોને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે તો બીજીબાજુ આદિવાસી સમાજના લોકો પણ આ પ્રતીક ધરણા નો કાર્યક્રમ યોજવા મક્કમ છે ત્યારે ચહલપહલ વધવાની સાથે વાતાવરણ પણ ગરમાયુ છે
Comments
Post a Comment