દિલ્હીમાં ટ્રકની ચોરી કરનારા ત્રણ શખ્સો એક કરોડના મુદ્દામાલ સાથે વલસાડ થી ઝડપાયા...

વલસાડ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક ઈસમો અન્ય રાજ્યમાંથી રોડ ઉપરથી ટ્રકની ચોરી કરી તેના ચેસીઝ નંબરમાં ચેડાં કરી ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલા વાહનોના ચેસીઝની યાદી મેળવી ચોરી કરેલી ટ્રકોમાં લગાવી દમણ RTOમાં ટ્રકનું પસિંગ કરવી ટ્રકો વેચીનાખવાનું ષડયંત્ર આચરનાર આરોપીઓને પૈકી 3 આરોપીઓને 1 કરોડથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. વલસાડ પોલોસે મહારાષ્ટ્રની 2 અને દિલ્હીની 2 ટ્રક ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. આરોપીઓ પૈકી 2 આરોપીઓ વલસાડ જિલ્લામાં ટ્રક ચોરીના ગુનાઓમાં ઝડપાઇ ચુક્યા હતા.

વલસાડ LCBના ASI અલ્લારખુને મળેલી બાતમીના આધારે દમણ ખાતે રહેતો એક ઈસમ અન્ય રાજ્યોમાંથી ટ્રકો ચોરી કરીને દમણ ખાતે લાવીને ચોરાયેલી ટ્રકોમાં અન્ય રાજ્યોના સ્કેપમાં ગયેલી ટ્રકોના ચેસીઝ નંબર મેળવીને ચોરી કરેલી ટ્રકોમાં તે ચેસીઝ નંબર લગાવી તે વાહનોના ડુપ્લીકેટ કાગળો તૈયાર કરીને દમણની RTOમાં ટ્રક પાસિંગ કરવી અન્ય લોકોને ટ્રક વેચી નાખતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ LCBના PI ગૌસ્વામી અને PSI પનારાની ટીમે આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા આરોપીઓ પાસે થી 13 ટ્રક અને 2 કાર અન્ય રાજ્યોમાંથી ચોરી કરેલી હોવાનું જાણવા મળ્યું હતુ.

વલસાડ LCBની ટીમે મહારાષ્ટ્રના 2 અને દિલ્હીના 2 ટ્રક ચોરી ગુના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વલસાડ LCBની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના હાઇવે ઉપર લોક કરી પાર્ક કરેલા ટ્રકો ચોરી કરી દમણ ખાતે લાવતા હતા. ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલી ટ્રકોના ચેસીઝ નંબર મેળવી તે ચેસીઝ નંબરો ચોરી કરેલી ટ્રાકોમાં લગાવી ટ્રાકોના દસ્તાવેજી કાગળો તૈયાર કરીને દમણ RTOમાં પસિંગ કરવી તે ટ્રકને અન્ય લોકોને વેચી નાખતા હોવાની ઝડપાયેલા 3 આરોપીઓએ કબૂલાત કરી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...