બારડોલીમાં ગણેશ ઉત્સવને લઇ બહાર પાડેલ માર્ગ દર્શિકાના પાલન અંગે ચર્ચા...
બારડોલી પોલીસ મથક ખાતે વહીવટી તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકારે ગણેશ ઉત્સવને લઇ બહાર પાડેલ માર્ગ દર્શિકાના પાલન અંગે ગણેશ મંડળના આયોજકો સાથે ચર્ચા કરાઈ હતી.
આગામી દિવસોમાં ગણેશઉત્સવ આવી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમ પાલન સાથે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેના ભાગ રૂપે આજે બારડોલી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને ગણેશ મંડળના આયોજકોને પણ હાજર રાખવામાં આવ્યા હતા.
અને જરૂરી માર્ગદર્શિકા અંગે જાણકારી આપવામાં આવી હતી. અને ગણેશ આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ઉત્સવ દરમિયાન વિસર્જનના દિવસે શ્રીજીની પ્રતિમાં સોસાયટીના નાકા સુધી ઢોંલ નગારા સાથે ફક્ત 15 વ્યક્તિઓની હાજરીમાં કાઢી શકવા અંગે ચર્ચા થઈ હતી.
તેમજ વિસર્જનના દિવસે 15 થી 17 જેટલા રૂટો નક્કી કરી આ મૂર્તિઓને બારડોલીથી ટ્રકોમાં મૂકી સુરત દરિયા કિનારે તેનું વિસર્જન કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.
તેમજ ઘરોમાં બે ફૂટ અને સોસાયટીઓમાં 4 ફૂટની અને ટ્રાફિકમાં અડચણ નહીં થાય એ રીતે જ પ્રતિમા સ્થાપિત કરવા જણાવાયું હતું. જ્યારે ગણેશ ઉત્સવ દરમીયાન આરતી દર્શન સમયે યોગ્ય સોશ્યલ ડિસ્ટનન્સનું પાલન કરવા અધિકારીઓ દ્વારા જણાવાયું હતું.
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઉત્સવ દરમિયાન ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરાવનાર છે. તેમજ તંત્ર સાથે ઉત્સવ બાદ વિસર્જન દરમિયાન પાલિકા પણ મદદ રૂપ થશે અને કૃત્રિમ તળાવમા જ મૂર્તિ વિસર્જિત કરવા અંગે અધિકારીઓ અને શાંતિ સમિતિ અને ગણેશ મંડળના આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં બારડોલી પી આઈ, પી.વી.પટેલ, મામલતદાર જીજ્ઞાબેન પરમાર, ચીફ ઓફિસર કોમલબેન, પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇ, તેમજ સ્થાનિક અગ્રણીઓ, ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા.
Comments
Post a Comment