ચલથાણમાં જૈન સંસ્કાર વિધિથી જન્મદિવસની ઉજવણી



અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નિર્દેશન હેઠળ તેરાપંથ યુવક પરિષદ ચલથાણ દ્વારા તેયુપ ના પરામર્શક શ્રી કિરણ મહેતાની પુત્રવધૂ પુજા શુભમ મહેતાની જન્મદિવસની ઉજવણી તેમના નિવાસસ્થાને જૈન સંસ્કાર વિધિ દ્વારા કરવામાં આવી હતી. 
જન્મ દિવસ સમારંભમાં તેયુપ ઉપપ્રમુખ મનોજ કાવડિયા સંસ્કાર પ્રભારી ભાવિક બાબેલ અને સંસ્કાર સહ પ્રભારી નિર્મલ દક ઉપસ્થિત રહ્યા હતા. નવકાર મંત્ર દ્વારા કાર્યક્રમની શરૂઆત સાથે મંગલભાવના યંત્રની સ્થાપના કરવામાં આવી હતી સ્વસ્તિક બનાવી અને હાથમાં મોલી બાંધીને જૈન પદ્ધતિથી જન્મદિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપાસક પ્રોફેસર શ્રી ડાલિમચંદ નોલખા ઉપાસક શ્રી પ્રકાશ જૈન નુ માર્ગદર્શન હતું. 

તેયુપ ચલથાણના પ્રમુખ જ્ઞાન દુગ્ગડે પૂજા મહેતાને તેમના 24 માં જન્મદિવસની ઉજવણી પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેરાપંથ સભાના સલાહકાર રામલાલ ચંડાલિયા તેયુપ પરામર્શક મહાવીર નોલખા રાજેશ સિંઘવી મંત્રી દિપક ખાબ્યા, તેયુપ ઉપપ્રમુખ રાકેશ દક, સહમંત્રી બીપીન પિતલીયા, મહિલા મંડળ અને પરિવારના સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કિરણ મહેતાએ આ શુભપ્રસંગે આવેલા તેયુપ ચલથાણની ટીમના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેયુપ ચલથાણ તરફથી ઉપપ્રમુખ રાકેશ દકે આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...