ગ્રામ્ય રૂટમાં એસટીની નિરસતાથી છાત્રો પરેશાન
કોરોના કાળમાં બંધ થયેલા અનેક રૂટ હજુ પણ ચાલુ થયા નથી, શાળા-કોલેજ જવા માટે છાત્રોને પડી રહી છે હાલાકી
ખેડા એસટી ડેપો દ્વારા જુદાજુદા સ્થળો માટે બસો દોડાવવામાં આવે છે. જેમાં ખેડા ડેપો દ્વારા સવારે 6 કલાકે ખેડાથી માતર થઈ મહેલજ એસટી બસ જાય છે. અને એ બસમાં રસ્તામાં આવતા ગામડાઓમાંથી કોલેજના અને શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો પણ આવે છે. અને તે બસ માતરથી છોટા ઉદેપુર માટે મુકાય છે. જે નડિયાદ જતી હોવાથી બધા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણતે જ બસમાં નડિયાદ સુધી જાય છે. અને માતરથી એક માત્ર લાબા રૂટની એસ ટી બસ છે. માતરથી છોટા ઉદેપુર અને છોટા ઉદેપુરથી માતર 400 કિમી થાય છે. અને આ એસટી બસ ખેડા ડેપોની છે. છેલ્લા બે દિવસથી એસટી બસ બ્રેકડાઉન થઈ જવાથી કોલેજ અને શાળામાં જતા વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો બસ ખોરવાતા હેરાન પરેશાન થઈ જાય છે. જેથી કરીને વિદ્યાર્થીઓને અને મુસાફરો પાસે પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે.
આમ છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ અને મુસાફરો રઝળી પડતા આ બાબતે ખેડા ડેપો મેનેજરનો રૂબરૂ સંપર્ક કરવા જતાં ડેપો મેનેજરે દુરથી જ કહી દીધું કે શુ કામ છે. કોઈપણ રજુઆત સાંભળ્યા વિના દુરથી જ કહી દીધું અડધો કલાક પછી આવો. ત્યાર પછી આ બાબતે એસ ટી કંટ્રોલમાં પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે બે દિવસથી બસમાં પ્રોબ્લમ થાય છે માટે બસ સમયસર ઉપડતી નથી. પણ એ બસ 10 વાગે માતર થી છોટા ઉદેપુર જવા માટે નીકળી છે. એટલે એનો મતલબ એવો થાય કે તેમને વિદ્યાર્થીઓની કે મુસાફરોની કોઈ ચિંતા નથી.
આ બાબતે મળતી માહિતી મુજબ ખેડા ડેપો દ્વારા લોકલ રૂટમાં સારી બસો આપવામાં આવે છે. અને લાંબા રૂટમાં વારંવાર ખોટવાઈ જાય તેવી બસો આપવામાં આવે છે. જેથી કરીને કોલેજ,શાળામાં અને નોકરિયાત વર્ગને નડિયાદને જોડતી છોટા ઉદેપુરની એક માત્ર બસ હોવાથી બસ ખોટકાઈ જાય તો ખાનગી વાહનોનો સહારો લેવા મજબુર થવું પડે છે.
Comments
Post a Comment