કડી તાલુકાના ઉંટવા અને અગોલ ગામેથી સાત જુગારીયા ઝડપાયા
અગોલ ગામેથી ૧૨ હજાર અને ઉંટવા ગામેથી ૨૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો
કડી તાલુકાના ઉંટવા અને અગોલ ગામે જુગાર રમાઈ રહ્યાની બામતીના આધારે પોલીસે રેડ કરી કુલ ૭ જુગારીયાઓને ૧૪૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કડી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, તાલુકાના ઉંટવા ગામમાં આવેલા ગોગાજીના પરામાં આવેલા ગોાગા મહારાજના મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા છે. પોલીસની રેડ દરમિયાન રાવળ બળદેવભાઈ શિવાભાઈ (રહે.મારૂસણા), રાવળ અજયભાઈ મથુરભાઈ (રહે.કુંડાળ) અને ઠાકોર ભરતજી કાળાજી (રહે.ઉંટવા)ને ર,૬૫૦ના મુદ્દામાલ સહિત પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત બાવલુ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કડી તાલુકાના અગોલ ગામે કબ્રસ્તાનની બાજુમાં ખુલ્લા પટવાળા વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી દિનુશા હૈદરશા ફકીર (રહે.અગોલ), જાવેદભાઈ મહંમદભાઈ જાદવ (રહે.અગોલ), મુહંમદ ઈમામ ફકીર (રહે.અગોલ) અને કાસમભાઈ ભાઈખાન વાઘેલા સિપાઈ (રહે.મેઘા)ને રૂ. ૧ર,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Comments
Post a Comment