બારડોલીનું રેલ્વે બસ સ્ટેન્ડ બંધ કરવાની ચાલ?

સુરત વિભાગીય અને સ્થાનિક અધિકારીઓના અણઘડ વહીવટને કારણે કોરોના કાળ બાદ સમુસૂતરું થઈ ગયા બાદ પણ અનેક ગામો બસ સુવિધાથી વંચિત છે. તો બીજી તરફ એક સમયે મુસાફરોથી ધમધમતું રહેતું રેલ્વે બસ સ્ટેન્ડ પર સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી જ ટ્રાફિક કંટ્રોલરની ડ્યૂટી હોય જ્યારે સવારે 9 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યા બાદ બસ સ્ટેન્ડની પૂછપરછ ઓફિસમાં કોઈ કર્મચારી ન હોવાથી મુસાફરોએ અટવાવવાનો વારો આવી રહ્યો છે.

સ્ટાફ ઓછો હોવાથી એક પાળી ચાલે છે : ડેપો મેનેજર

બારડોલી ડેપો મેનેજર મિલન વાઢેરે જણાવ્યુ હતું કે, કોરોના કાળ પહેલા બારડોલી પાસે 82 શિડ્યુલ હતા. કોરોના બાદ 20 શિડ્યુલ સુરત વિભાગીય કચેરી દ્વારા સુરત ખાતે લઈ જવાયા હતા. જેને કારણે થોડી મુશ્કેલી પડી રહી હતી. હાલમાં દસ શિડ્યુલ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જેમ મંજૂરી મળશે તે રીતે મુસાફરોની માગને આધારે બસો શરૂ કરવામાં આવશે. રેલ્વે બસ સ્ટેન્ડના સંચાલન બાબતે તેમણે જણાવ્યુ હતું કે હાલ સ્ટાફ ઓછો હોવાથી કંટ્રોલરની એક જ પાળી ચાલી રહી છે. જે હવે બે પાળીમાં કરી દેવામાં આવશે

 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...