પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ સ્વાગત કોમ્પલેક્ષમાં મોબાઈલ ની દુકાન ચલાવતા વેપારી ને ગઠિયા છેતરી ગયા

બે યુવાનો મોબાઈલ ખરીદી ડિજિટલ પેમેન્ટ કરવાનું કહી જૂઠો એડિટિંગ મેસેજ દુકાનદારને બતાવી રફુચક્કર થઈ ગયા

સુરત જિલ્લાના પલસાણા ખાતે મોબાઈલની દુકાન ચલાવતો યુવાન ઠગાઈનો ભોગ બન્યો હતો દુકાનમાં મોબાઈલ ખરીદવા આવેલા બે યુવાનો મોબાઈલ ખરીદી ડિજિટલ પેમેન્ટ કરવાનું કહી જૂઠો એડિટિંગ મેસેજ દુકાનદારને બતાવી રફુચક્કર થઈ ગયા ખાતામાં રૂપિયા નહિ આવતા દુકાનદારને છેતરાયા હોવાનું જાણ થતાં પલસાણા પોલિસ મથકના ગુન્હો નોંધાવ્યો હતો.

માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના રાજમદ જિલ્લાના અને હાલ પલસાણા ખાતે આવેલ ગૌરવ ટાઉન સિપમાં આવેલ મકાન નંબર 49 માં રહેતા મહેન્દ્રભાઈ વરદીચન્દ્ર સેન (31)નાઓ પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ સ્વાગત કોમ્પલેક્ષમાં આવેલ 21 નંબરની દુકાનમાં ગુરુકૃપા મોબાઈલ નામની દુકાન ચલાવે છે .ગત 1 સપ્ટેમ્બરના રોજ તેઓના દુકાન પર સાંજના સમયે એક કાળા રંગની મોપેડ પર બે યુવાનો આગે છે અને વિવો કંપનીનો સાડા આઠ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન ખરીદે છે. મોબાઈલ ખરીદ્યા અને બિલ બન્યા બાદ બને યુવાનો પૈકીનો એક યુવાન પોતાના મોબાઈલ દ્વારા દુકાનદારના ખાતામાં પેટીએમ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરવાનીનું કહે છે જેથી દુકાનદાર કાઉટર પર પડેલા બારકોડ સ્કેનકરી ખાતામાં નાખવાનું કહે છે.યુવાન પોતાના મોબાઈલમાં એડિટ કરીને દુકાનના નામનો મેસેજ પોતાના મોબાઇલમાં સક્સેસ પેમેન્ટનો મેસેજ બતાવયો હતો.દુકાનદારે પોતાના મોબાઈલમાં મેસેજ નહિ આવતા યુવાને જણાવ્યું કે કોઈક વખતે ખાતામાં રૂપિયા જમા થઈ જાય છે પણ મેસેજ નથી આવતો થોડી વારમાં આવી જશે.એમ કહી મોબાઈલ લઈ બને યુવાનો જતા રહ્યા હતા. થોડા સમય બાદ પણ દુકાનદારના ખાતામાં રૂપિયા જમા નહિ થતા દુકાનદારે બિલમાં યુવાનોએ લખાવેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો હતોજે નંબર ખોટો નીકળ્યો હતો બીજા દિવસે પણ દુકાનદારના ખાતામાં રૂપિયા જમા નહિ થતા દુકાનદારે છેતરાયા હોવાનું ભાસ થતા પલસાણા પોલિસ મથકના બને યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી



Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...