ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ચાલુ વર્ષે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા ‘રાષ્ટ્રિય માર્ગ સલામતિ માસ-૨૦૨૫’ ની ઉજવણીની થીમ: પરવાહ (CARE) અંતર્ગત જિલ્લામાં માર્ગ સલામતિ અંગે જાગૃતતા ફેલાવવા, ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગે ડાંગ જિલ્લાના પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને આજરોજ પોલીસ ભવન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. ડાંગમાં રોડ અકસ્માત નિવારણ માટે ગ્રામ્ય અને સ્ટેટના ભયજનક વળાંકમાં રસ્તાઓ પર શેવરોન માર્કિંગ લગાવવા, રોડ ઉપર સાઇન બોર્ડ લગાવવા, રોડની બન્ને લાઇડમાં સફેદ પટ્ટાઓ લગાવવા, ફેટલ અકસ્માતના મૃત્યુની ધટનામાં તમામ વહાનચાલકોના લાઇસન્સ રદ કરાવા સાથે આડેધડ વહાન ચલાવના વહાન ચાલકો ઉપર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ તાકીદ કરી હતી. આ સાથે જ માર્ગ સલામતિ અંગે જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો કરવા, નવા મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ ના કાયદા વિશેની જાણકારી આપવી, પોસ્ટર અને હોડીગ્સંના માધ્યમથી જાગૃતિ ફેલાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુન...
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા યોજાઈ સામાન્ય સભા નાયબ દંડકશ્રીએ જંગલ મંડળીઓના હોદ્દેદારો સાથે પણ સંવાદ સાધ્યો ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બુધુભાઇ કામડીની અધ્યક્ષતામા તાલુકાની સામાન્ય સભા યોજવામા આવી હતી. આ સભામા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. સુબીર તાલુકા પંચાયતની યોજાયેલી આ સામાન્ય સભામા 15મા નાણાપંચ અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24 અંગે આયોજન તેમજ સુધારો કરવા બાબતે ચર્ચા વિચારણ હાથ ધરવામા આવી હતી. સભામા દંડક શ્રી વિજયભાઇ પટેલે ઉપસ્થિત સુબીર તાલુકા પંચાયતના સદરસ્યોશ્રીઓને પોતાના મત વિસ્તારના કામો સુચવવા અંગે સુચનો કર્યા હતા. તેમજ તાલુકા સદસ્યોને વિકાસની ગતીને વેગ આપવા માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે જણાવ્યુ હતુ. આ સાથે જ યોગ્ય સંકલન, સહમતી સાથે પ્રજાકીય કામો કરવા માટે પણ તેમણે સદસ્યોને આગ્રહ કર્યો હતો. સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભામા તાલુકા વિકાસ અધિકારી પુનમબેન ડામોર...
પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના ચલાલી ગામે નર્મદાના પાણી માટે સાત દિવસ થી વલખા મારી રહ્યા હતા ત્યારે આજે પાણી આવ્યું ત્યારે આડેધડ પાણી નો બગાડ થઈ રહ્યો છે... સરદાર ન્યૂઝ:- તુષારસિંહ ચૌહાણ પંચમહાલ ચલાલી ગામમાં પાણી આવતું નથી ત્યારે માત્ર ત્રણ બોર મોટર ઉપર નિર્ભર ત્યાંથી પાણી પ્રાપ્ત કરે છે ચલાલી ગામમાં ગણા બોર કરેલ છે તેમાં પંપ કે મોટર નાખવામાં આવે તો નર્મદા નું પાણી ના આવે તો બીજા વિકલ્પ તરીકે ત્યાંથી પણ પાણી ભરી શકે, નર્મદાનું પાણી સાત દિવસ થી ના આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ચલાલી માં નર્મદાનું પાણી આવ્યું ત્યારે આડેધડ બગાડ ?? આડેધડ પાણી નો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત શું પગલાં લે શે ? લાખોના ખર્ચે બનેલ પાણી સંપ પાસે હોજ સોભાના ગાઠિયા સમાન, જો તે હોજ ભરવામાં આવે તો પાણીની ઘણી તકલીફ છે તે દૂર થઈ શકે છે હોજ માં મુંગા પશુઓ પાણી પી શકે છે અને કપડાં ધોવા માટે પણ ઉપયોગ થઈ શકે છે ચલાલી ગ્રામ પંચાયત નર્મદાના પાણી ઉપર નિર્ભર રેહતા સાત દિવસ થી ચલાલીના ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ચલાલી ગ્રામ પંચાયતમાં જો બીજા વિકલ્પ ત...
Comments
Post a Comment