તાપી જિલ્લા પોલીસ વડા ની કચેરીમાં ACB ની રેડ : એક પીઆઇ અને પોસઈ લાંચ લેતા ઝડપાયા
વાલોડ પોલીસ મથકમાં મહીલા વિરુદ્ધ જમીન મેટરમાં નોંધાયેલા ગુનાનો અભિપ્રાય બાબતે 50 હજારની લાંચ ની માંગણી કરી હતી
તાપી જિલ્લાના વાલોડ પોલિસ મથકમાં મહીલા વિરુદ્ધ જમીન મેટર બાબતે ફરીયાદ થયેલી હતી જે ગુના ની ફરીયાદ રદ કરવા મહીલાએ તેના સબંધી ને જણાવ્યું હતું મહીલાના સંબધીએ તેના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક વોશિંગ પિટિશન દાખલ કરાવેલી હતી જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો આ પિટિશનમાં કોર્ટમાં પેન્ડિગ હતી અને ગુનાની તપાસ વ્યારાના સર્કલ પોલિસ ઇન્સપેક્ટર કરી રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં ગુના સંબધે રિપોર્ટ અને અભિપ્રાય મોકલવા માટે પોલિસ વડા ની કચેરીના રીડર પી.એસ.આઈ.એ મહિલાના સબંધી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે 50 હજારમાં પતાવત થઈ હતી મહિલાના સબંધીએ ACB ને લાંચ બાબતે જાણ કરતા ACB એ છટકું ગોઠવી બને લાંચિયા અધિકારીઓને ડીએસપી ની કચેરીની અંદરથી જ 50 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા પોલિસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ પોલિસ મથકમાં એક મહિલા વિરુદ્ધ જમીન મેટર બાબતે ફરીયાદ દાલખ થઈ હતી. જે ગુનાની ફરીયાદ રદ કરવા મહિલાએ તેના ઓળખીતા એક સબંધીને આ કામ સોંપ્યું હતું.
મહિલાના સબંધીએ તેમાં વકીલ મારફતે નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.
પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ગુનાની તપાસ વ્યારાના સર્કલ પોલિસ ઇન્સપેક્ટર પ્રવિણકુમાર જીવરાજભાઈ મકવાણા કરી રહ્યા હતા જેથી મહીલા વિરુદ્ધ ગુના બાબતે તપાસનો રિપોર્ટ અને અભિપ્રાય હાઈકોર્ટમાં મોકલવા માટે વ્યારા પોલીસ વડાની કચેરીના રીડર પોલિસ સબ ઇન્સપેક્ટર પ્રતિક એમ.અમીનએ મહીલાના સબંધી પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને અંતે 50 હજારમાં પતાવટ થઈ હતી.
શુક્રવારે 50 હજારની રકમ આપવાની હતી જેથી મહિલાના સબંધીએ લાંચરૂશ્વત બ્યુરો ઓફિસમાં જાણ કરતા ACB એ છટકું ગોઠયું હતું .શુક્રવારે વ્યારા પોલીસ અધ્યક્ષની કચેરીના ત્રીજા માળે સર્કલ પોલિસ ઇન્સપેક્ટરની કચેરીમાં જ નવસારી ACB પોલિસ ઇન્સપેક્ટર અનિરુદ્ધ કે.કામળીયા તેમજ તેના સ્ટાફે બને લંચિયા અધિકારીને 50 હજારની રકમની લાંચ લેતા રંગેહાથ ઝડપી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા પોલિસ બેડામાં ભારે ફફડાટ ફેલાયો છે
Comments
Post a Comment