કચ્છ મુન્દ્રા પોર્ટથી ભારતમાં ઘુસાડેલું 2500 કરોડનું ડ્રગ્સ DRI અને NCBએ પકડયું, જાણો કોણે મંગાવ્યું હતું આ ડ્રગ્સ...

મુન્દ્રા પોર્ટ પરથી રેવન્યુ ઇન્ટેલિજન્સ અને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના એક જોઈન્ટ ઓપરેશનમાં 2500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. હાલ બે  કન્ટેનરમાંથી આ માદક પદાર્થ મળી આવ્યો છે. હજુ તપાસ ચાલુ હોવાને કારણે હેરોઇનનો જથ્થો અને કિમંત વધી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ગાંધીધામ સ્થિત રેવન્યુ ઇન્ટેલિજન્સનાં સુત્રોનાં જણાવ્યા મુજબ, આંધ્રપ્રદેશના વિજયવાડાની એક કંપની દ્વારા ટેલકમ પાઉડરની આડમાં મીસ ડીકલેરેશન કરીને કરોડો રૂપિયાની આડમાં આ ડ્રગનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો કારસો હોવાનું પ્રાથમિક તપસમાં બહાર આવ્યું છે. ઇરાનના અબ્બાસ બંદર ઉપરથી ભારતમાં નિકાસ કરવાનાં આશયથી જહાજમાં લોડ કરવામાં આવ્યું હતું. આ માલ મૂળ અફઘાનિસ્તાનનાં કંધાર શહેરની હસન હુસેન નામની કંપનીનો હોવાનું સૂત્રોએ દાવો કર્યો છે. 
છેલ્લા કેટલાય દિવસથી કચ્છનાં મુન્દ્રા બંદરે તથા અન્ય જગ્યાઓ ઉપર DRI અને NCB દ્વારા જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં હાલ 38 બેગમાં છુપાવીને ટેલકમ પાઉડરની આડમાં હેરોઇન હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર કાંડમાં મુંબઇ તથા ચેન્નાઇ સ્થિત કોઈ મોટા માથાનો હાથ હોવાની સંભાવના પણ સૂત્રોએ વ્યક્ત કરી છે ત્યારે, આગામી દિવસોમાં કોઈ વધુ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.
 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...