કામરેજના નવાગામમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતાં 2 શખ્સો ઝડપાયા
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડિઝલનો વેપલો ચાલતો હોવાથી એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે નવાગામ ઉદ્યોગ નગર નજીક આવેલ એક બિલ્ડીંની સામે પોલીસે દોરડો કર્યો હતો. જ્યાંથી 1800 લીટર બાયોડિઝલ, બેરલ, પંપ, અને પીકઅપ મળી કુલ રૂ. 4,32,635ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
સુરત જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેપલો ચાલતો હોવાથી જિલ્લા પોલીસવડાએ કાર્યવાહીની સુચના આપી છે.ત્યારે સુરત જિલ્લા એલસીબી પોલીસને ગેરકાયદેસર બાયોડિઝલ અંગે બાતમી મળી હતી. જેથી કામરેજના નવાગામ ખાતે ઉદ્યોગ નગર ક્રિષ્ના હાઇટ્સ બિલ્ડીંગની સામે રોડ ઉપર એક પીકઅપ નંબર જીજે-05-બીયુ-5322માં ગેર કાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતાં અતુલભાઈ મંગાભાઈ મકવાણા (રહે, ક્રિષ્ના હાઇટ્સ, ઉદ્યોગનગર, નવાગામ, તા-કામરેજ), તથા તેજેન્દ્રભાઈ ઉર્ફે તેજો લક્ષ્મણભાઈ જોગરાણા (રહે, હરીઓમનગર, ભરવાડવાસ, ઉદ્યોગનગર, નવાગામ) ને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી મંજુરી વગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પદાર્થ 1800 લીટર, બેરલ, ટાંકી, ફ્યુઅલ પંપ, હેન્ડપંપ, પીકઅપ મળી કુલ રૂ, 4,32,635 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે આ ગુનામાં એક વ્યક્તિ મુન્નો (રહે, પાંડેસરા, સુરત શહેર) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment