પલસાણા તાલુકાના 17 વિજેતાઓ જિલ્લા કક્ષાના મહોત્સવમાં ભાગ લેશે22 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી ખાતે યોજાશે

તાલુકાના સૌથી વધુ એના હાઈસ્કૂલમાંથી વિજેતા થયેલા 6 સ્પર્ધકો યુવા ઉત્સવમાં ભાગ લેશે
પલસાણાની ડી. બી. હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો જેમાં 17 વિજેતાઓ જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં આગામી 22 તારીખે ભાગ લેશે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર રાજ્ય યુવક બોર્ડ તથા સુરત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને પલસાણા મામલતદારની કચેરી આયોજિત પલસાણા તાલુકા કક્ષાના યુવા ઉત્સવ ગુરુવારના રોજ પલસાણા ખાતે આવેલ ડી.બી.હાઈ સ્કૂલમાં તાલુકા કક્ષાએ યુવા ઉત્સવની ઉજવણી કરવાંમાં આવી હતી.  

કાર્યક્રમ પલસાણા મામલતદાર એન.સી.ભાવસારના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ 12 શાળાના કુલ 170 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 17 કૃતિઓ રમતો રજૂ કરવામાં આવી હતી જેમાં એક થી ત્રણ ક્રમાંક મેળવેલ તમામ સ્પર્ધકોને હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને આ તમામ કામગીરીમાં નિર્ણાયકની ફરજ બજાવતા શિક્ષકોને પણ પુષ્પકુંજ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન ભાવીનીબેન પટેલ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સ્પર્ધામાં હાર અને જીત તે નિશ્ચિત છે જેનાથી ડરવાની જરૂર નથી આજે તમે હિંમત કરીને આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા એ તમારી પ્રથમ જીત છે જિંદગીમાં હાર-જીતનો સામનો કરવો જ પડશે જેથી હિંમત હાર્યા વગર ધ્યાનપૂર્વક આગળ વધો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી છેલ્લે 2009માં આ મહોત્સવ યોજાયો હતો ત્યારબાદ બંધ થયેલા અને કોરોના કાળ બાદ આજે લાંબા સમય પછી આ મહોત્સવ શરૂ થયો છે. પલસાણા ખાતેની ડી.બી હાઇસ્કુલ સહિત તાલુકામાંથી આવેલા પ્રથમ 17 વિજેતાઓ જેમાં સૌથી વધુ એના હાઈસ્કૂલ 6, ડી.બી. હાઈસ્કૂલ 4, ગંગાધરા હાઈસ્કૂલ 2, વડદલા હાઈસ્કૂલ 2, અમલસાડી હાઈસ્કૂલ 2, અને સંસ્કાર વિદ્યલય 1 મળી કુલ 17 વિજેતા સ્પર્ધકો આગામી 22 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી ખાતે યોજાનાર  મહોત્સવમાં ભાગ લેશે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...