Posts

Showing posts from December, 2024

દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આહવા અને સુબીર તાલુકાના કુલ ૨૦ ગામના યુવાનોને રમત-ગમતની કીટનું વિતરણ કરાયું

Image
દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આહવા અને સુબીર તાલુકાના કુલ ૨૦ ગામના યુવાનોને રમત-ગમતની કીટનું વિતરણ કરાયું સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા આહવા અને સુબીર તાલુકાના કુલ ૨૦ ગામના યુવાનોને વોલીબોલ અને ક્રિકેટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે દિવાળીબેન ટ્રસ્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, ગામડાના યુવાઓને રમત-ગમત ક્ષેત્રે ઉત્સાહ, રસ અને રૂચિ વધે તેમજ યુવાઓમાં એકતાની ભાવના જન્મે તે સાથે જ યુવાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને યુવાઓ વ્યશન થી દુર રહે તે માટેનો છે. આહવા ખાતે આયજિત આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ વાઘમારે, પુજ્ય પી.પી સ્વામી, તેમજ દિવાળીબેનના તમામ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે શારીરિક વ્યાયામ કેન્દ્રનો પ્રારંભ કરાયો

Image
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે શારીરિક વ્યાયામ કેન્દ્રનો પ્રારંભ કરાયો વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે વઘઇમાં શારીરિક વ્યાયામ કેન્દ્ર (જીમ) ને ખુલ્લું મુક્યું સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ આજરોજ વિધાનસભા નાયબ દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે વઘઇ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી શ્રી વઘઇ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી લી.વઘઇ દ્વારા સંચાલિત શારીરિક વ્યાયામ કેન્દ્રને ખુલ્લું મુકાયું હતું. વઘઇ એ.પી.એમ.સી માર્કેટ ખાતે આજરોજ ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે શારીરિક વ્યાયામ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું હતું. શારીરિક રિતના યુવાઓ અને લોકો ફિટ રહે તે માટે વઘઇમાં વ્યાયામ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, માણસની માનસિક અને શારીરિક તંદુરસ્તી હોવી ખુબ જ જરૂરી છે. કસરતોના આદતથી માનવી સાહસિક, આંનદપ્રદ અને ઉર્જાવાન અનુભવે છે. આજના યુવાઓ માનસિક અને શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરાય અને વ્યશની દુર રહે તે માટે શ્રી વિજયભાઇ ખાસ ભાર મુક્યો હતો. આજનો યુવાધન વ્યશનના કારણે પોતાની દિશા બદલી રહ્યો છે. ત્યારે યુવાઓમાં વ્યસન મુક્તી અન...