Posts

Showing posts from November, 2024

વઘઈ તાલુકાનાં સાકરપાતળ ખાતે મહંત સાધ્વી યશોદા દીદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

Image
વઘઈ તાલુકાનાં સાકરપાતળ ખાતે મહંત સાધ્વી યશોદા દીદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સાકરપાતળ ગામ ખાતે ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં અતિથિ મહેમાન તરીકે મહંત સાધ્વી યશોદા દીદી (વૈદહી સંસ્કારધામ શિવારીમાળ ) ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામ ખાતે જનજાતિ ગૌરવ દિન સમિતિ સાકરપાતળ દ્વારા 17મી નવેમ્બરના દીને ક્રાંતિવીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજંયતિ ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ ભગવાન બિરસામુંડા સર્કલનું અનાવરણ કાર્યક્રમ અતિથિ વિશેષ મહંત સાધ્વી યશોદા દીદી ( વૈદહી સંસ્કાર ધામ-શિવારીમાળ )ના હસ્તે કરવામાં આવ્યું હતુ.આ ઉજવણી કાર્યક્રમમાં પૂ.રામસ્વરૂપ બ્રહ્મચારી મહારાજ ઉજ્જૈન, ડૉ.ભગુભાઈ રાઉત પ્રાચાર્ય વઘઇ તાલીમ ભવન, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઇ ગાવિત,આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ વઘઇના રિતેશભાઈ પટેલ ટ્રસ્ટ વઘઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાકરપાતળ મંડળના પ્રમુખ રાહુલભા...

આહવા નગર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે લોકસભાના દંડક અને ડાંગ- વલસાડના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબને રજૂઆત કરવામાં આવી.

Image
આહવા નગર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે લોકસભાના દંડક અને ડાંગ- વલસાડના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબને રજૂઆત કરવામાં આવી. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા સાંસદશ્રી ધવલભાઈ પટેલ સાથે સાપુતારા ખાતે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ મુલાકાત કરવામાં આવી. જેમાં માનનીય સાંસદશ્રી દ્વારા સમગ્ર ડાંગ જિલ્લાના ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે ખૂબ આગળ વધે તે હેતુથી જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ મળી રહે તે માટે જનપ્રતિનિધિઓ દ્વારા પૂર્ણ રીતે પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રજૂઆત કરનારા ખેલાડીઓને ક્રિકેટની કીટ પણ ઉપલબ્ધ થાય તે માટે પણ સાંસદશ્રી દ્વારા તુરંત વ્યવસ્થા કરવામાં આવી. આગામી સમયમાં ડાંગ જિલ્લાના યુવાનો ક્રિકેટ સહિત અન્ય રમતોમાં પણ ડાંગ જિલ્લાનું નામ રોશન કરે તે માટે જિલ્લા ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચના અને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી. સાંસદશ્રીના રમત-ગમત પ્રત્યેના હકારાત્મક અભિગમ અને પરિણામલક્ષી કામગીરી માટે સૌ ખેલાડીઓ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં ...
Image
બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્ધારા ભૂલી પડી ગયેલ વુધ્ધાને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી તા:-૦૧-૧૧-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હસે તેઓ ઓલપાડ,ક્રાંતિ નગર માં કાલે રાતે મામલતદાર કચેરી પાસે રસ્તા પર એકલાં બેઠા છે. તેઓ બિમાર હોય તેવું લાગે છે. ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ વારંવાર રસ્તા પર પડી જાય છે. ક્યાં જવુ છે તે પૂછ્યું પણ કશુ કહેતાં નથી. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે. જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે અજાણી વૃધ્ધાની મદદ માટે પહોચ્યા. આજુબાજુના લોકોએ વુધ્ધાને એક સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખ્યા હતાં. ત્યારબાદ ૧૮૧ ટીમે વૃધ્ધાની સાથે શાંત ચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા. તેઓને તેમનુ નામ યાદ ના હતુ તેમજ વૃધ્ધાને તેમના પરીવારના સભ્યોના નામ પણ જણાવેલ પરંતુ મોબાઈલ નંબર યાદ ના હોવાથી ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પુછપરછ કરી પરંતુ વુધ્ધાને ક...

ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સામૂહિક ચિતન

Image
ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સામૂહિક ચિતન સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસની દિશામાં પદાધિકારીઓ, અને અધિકારીઓ સામૂહિક ચિંતન મનન કરીને પ્રજા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડ-ડાંગના યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સાપુતારા ખાતે એક મહત્વની બેઠક યોજી ડાંગ જિલ્લાના લોકોના સર્વાગીણ વિકાસ માટે ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેકટરશ્રી સહિતના ઉચ્ચ જિલ્લાધિકારીઓએ, સામૂહિક ચિંતન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે અહિં આવતાં મુલાકાતીઓ અને પ્રવાસીઓને સ્થાનિક આદિવાસીઓનું કલ્ચર માણવા તેમજ પ્રવાસીઓની મુસાફરીને આરામદાયક, યાદગાર અને આનંદપ્રદ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ સાંસદ શ્રી ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું. સાપુતારા ખાતે પ્રકૃતિનુ સૌંદર્ય માણવા માટે આવનાર પ્રવાસીઓ માટે સ્થાનિક આદિવાસી સમાજના લોકો પ્રવાસીઓનુ હંમ...