પોકસોના ગુન્હાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી શહેરા પોલીસ .
સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા - ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા - ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી , હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ - તપાસમા રહી નાસતા - ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને શહેરા પોલીસ મથકમાં દાખલ થયેલ શહેરા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦૬૧૨૨૦૭૮૧ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૫૪ ( એ ) , ૧૧૪ તથા પોક્સો કલમ ૮,૧૭ મુજબના કામના આરોપીઓ ( ૧ ) રાહુલકુમાર મહેન્દ્રભાઇ બારીઆ રહે.વાઘજીપુર ( ૨ ) નરેશભાઇ અરવિંદભાઇ બારીઆ રહે.વાઘજીપુર નાઓ હાલ પોતાના ઘરે હોવાની હકિકતે પો.ઇન્સ.શ્રી એ પોલીસ મથકની સર્વેલન્સ ટીમને ઉપરોક્ત હકિકતની જાણ કરી બે અલગ - અલગ ટીમો બનાવી ...