સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગાય પગલાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગાય પગલાં ખાતે સુરત શહેર અને જિલ્લાની જીવાદોરી “સુર્યપુત્રી” તાપી માતાની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી...
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગાય પગલાં મંદિર ટ્રસ્ટ દ્વારા ગાય પગલાં ખાતે સુરત શહેર અને જિલ્લાની જીવાદોરી “સુર્યપુત્રી” તાપી માતાની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી... સરદાર ન્યૂઝ:-કામરેજ ખળ ખળ વહેતી તપીને શત શત વંદન અષાઢ સુદ સાતમ એટલે સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ માં તાપીનો જન્મ દિવસ શહેરીજનોએ ખાસ પૂજા અર્ચના કરી ભકિત ભાવપૂર્ણ રીતે ઉજવ્યો હતો. રસપ્રદ વાત છે કે, તાપી એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ ખૂબ શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. શહેર અને જિલ્લા માં ભકિતભાવપૂર્ણ ઉજવણી થઈ હતી. ગાય પગલાં તાપી ઓવારા ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગાય પગલાં મંદિર, દત્ત ભક્ત મંડળ દ્વારા ૮૯૯ મીટરની ચુંદણી અર્પણ કરવામાં આવી હતી. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી કે નર્મદા નદીના પાણીના સ્પર્શથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે. મધ્યપ્રદેશ...